દરરોજ દવા ખાવી પડે છે અને ઈન્જેકશન્સ પીછો નથી છોડતા. દિવસની શરૂઆત મોળી ચા- કોફીથી કરવી પડે છે. કેવી રીતે ડાયાબિટીસ નિયંત્રિત રાખવું, તેના દરેક ઉપાયો અજમાવ્યા હોવા છતાં નિષ્ફળતા મળી છે. પણ હવે વિજ્ઞાન તમારા જીવનમાં વધુ મીઠાશ આપવા માટે સજ્જ થઇ ગયું છે, જો તમે એક ચોક્કસ પ્રકારના ડાયાબિટીસથી પીડિત છો. સર્જરીની મદદથી ડાયાબિટીસના કેટલાક દર્દીઓ દવા અને ઈન્જેકશનથી છુટકારો મેળવી શકે છે.
શું ડાયાબિટીસ મટાડી શકાય છે?
શિયાળામાં સ્વાસ્થ્યવર્ધક વસાણાથી, ઉનાળામાં મધમીઠા કેરીના રસથી, અને ચોમાસામાં મીઠાઇઓથી, આખું વર્ષ આઈસ ક્રિમથી દૂર રહેવું પડે છે. જો ખાવાનું મન થાય તો પણ ગણતરી કરીને, માપી- માપીને ખાતા હોઈએ તેવું અનુભવાય છે. આ ઉપવાસ જીવનભર કરવો પડે છે. જો પરેજી ના રાખવામાં આવે તો કેટલાક વિપરીત પરિણામો જીવન વધુ મુશ્કેલીભર્યું બનાવી શકે છે. પરંતુ હવે તબીબી વિજ્ઞાનની નવી શોધ ટાઈપ-2 ડાયાબિટીસથી અને કાયમ માટે દવા તથા ઈન્જેકશનથી છુટકારો આપવા સક્ષમ છે.
- જેઓ તાજેતરમાં ડાયાબિટીસના દર્દી થયા છે, બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી ધરાવે છે અને વજન વધારે છે, જેમને ડાયાબિટીસ વારસાગત નથી અને જેમના સ્વાદુપિંડનું અંતઃસ્ત્રાવી કાર્ય સારી રીતે થાય છે, તે ફક્ત વજન ઘટાડીને અને તંદુરસ્ત જીવનશૈલીને ચુસ્તપણે અનુસરીને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકે છે.
- એવા દર્દીઓ કે જે મેદસ્વી છે અને થોડા વર્ષોથી ડાયાબિટીસ ધરાવે છે તેઓ બેરિયાટ્રિક સર્જરી પછી દવાઓ સંપૂર્ણપણે બંધ થવાની અપેક્ષા રાખી શકે છે. પરંતુ તમારે તમારા કેસમાં શું અપેક્ષા રાખવી જોઈએ, તે જાણવા માટે અને યોગ્ય તપાસ માટે તમારે બેરિયાટ્રિક સર્જનનો સંપર્ક કરવો જોઈએ. બેરિયાટ્રિક સર્જરી પછી ડાયાબિટીસમાં સુધારો તમારી ઉંમર, BMI, સ્વાદુપિંડના અંતઃસ્ત્રાવી કાર્ય અને આનુવંશિક પ્રભાવ પર આધારિત છે.
સારી જીવનશૈલી શરુ કર્યા પછી કેટલાક દર્દીઓ જાતે જ દવાઓ લેવાનું બંધ કરે છે અને માની લે છે કે તેમની જીવનશૈલી બદલવાથી ડાયાબિટીસ મટી જશે. પરંતુ આવી પ્રોફાઇલ ધરાવતી દરેક વ્યક્તિ દવાઓથી દૂર રહી શકતી નથી અને જો ડોક્ટરની સલાહ વગર દવા બંધ કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે જોખમકારક છે. ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ નિયમિત રીતે બ્લડ સુગરનું યોગ્ય નિરીક્ષણ કરવું જરૂરી છે.
બેરિયાટ્રિક અને મેટાબોલિક સર્જરી વચ્ચે શું તફાવત છે?
બેરિયાટ્રિક અને મેટાબોલિક સર્જરી ટેકનિકલી સમાન છે, જેમાં દર્દીની પ્રોફાઇલ અને જરૂરિયાત મુજબ કેટલાક નાના તફાવતો હોય છે. બંને પેટ અને આંતરડા પર કરવામાં આવતી લેપ્રોસ્કોપિક સર્જરી છે. બંને શરીરના હોર્મોન્સ અને મેટાબોલિઝમ (ચયાપચય) પર ઊંડી અસર કરે છે. બેરિયાટ્રિક સર્જરી વજન ઘટાડવાના પ્રાથમિક ઉદ્દેશ્ય સાથે મેદસ્વી દર્દીઓ પર કરવામાં આવે છે, જે ડાયાબિટીસમાં સુધારા તરફ દોરી જાય છે. વજન ઘટાડવાનો અંતિમ ધ્યેય સ્થૂળતા સંબંધિત રોગોમાં સુધારો લાવવાનો છે.
બીજી બાજુ, મેટાબોલિક સર્જરી અસ્થૂળ દર્દીઓ પર કરવામાં આવે છે. તેમાં ડાયાબિટીસમાં સુધારણા, એ પ્રાથમિક ધ્યેય છે. ઘણી વખત ટેકનિકલી શસ્ત્રક્રિયા સમાન હોય છે, પરંતુ શસ્ત્રક્રિયાના પ્રાથમિક ધ્યેયને આધારે અલગ શબ્દોનો ઉપયોગ થાય છે. ઘણી વખત ડાયાબિટીસ નિયંત્રણના સારા પરિણામો મેળવવા અને કેટલીક મુશ્કેલીઓ ટાળવા માટે સર્જરીમાં નાના ફેરફારો કરવામાં આવે છે.
કોણે સર્જરીથી ડાયાબિટીસની સારવાર કરવી જોઈએ?
સર્જરી એ ખૂબ જ સારો ઉપચાર વિકલ્પ છે, પરંતુ તે બધા માટે આદર્શ વિકલ્પ નથી. ડાયાબિટીસના પ્રકારને પણ ધ્યાનમાં લેવો જોઈએ. જો તમે નીચે જણાવેલ કેટેગરીમાં આવો છો તો તમારે બેરિયાટ્રિક અથવા મેટાબોલિક સર્જરી વિશેની વિગતો જાણવી જોઈએ.
- અસાધારણ સ્થૂળતા
તમારું શરીર અસાધારણ સ્થૂળ છે, એટલે કે તમારો BMI ૩32.5 કરતા વધુ છે અને તમને અન્ય સ્થૂળતા-સંબંધિત રોગો સાથે અથવા વગર ડાયાબિટીસ છે. સામાન્ય રીતે આ સર્જરી BMI>37.5 ધરાવતા વ્યક્તિઓ માટે વધુ ઇચ્છનીય છે, પછી ભલે તેઓને ડાયાબિટીસ અથવા અન્ય કોઈ સ્થૂળતા સંબંધિત રોગ ન હોય.
- સ્થૂળતા સાથે અને મૌખિક દવાઓ લેવા છતાં અનિયંત્રિત ડાયાબિટીસ
32.5 થી વધુ BMI ધરાવતા અને દવાઓ લેવા છતાં ડાયાબિટીસ અનિયંત્રિત રહેતો હોય, તેવા વ્યક્તિઓ માટે બેરિયાટ્રિક સર્જરીનો વિકલ્પ સલાહભર્યો છે. નબળું ગ્લાયકેમિક નિયંત્રણ દર્શાવે છે કે તમારા શરીરના વિવિધ આંતરિક અવયવોને સતત નુકસાન થઇ રહ્યું છે. આ નુકશાન હાલમાં દેખીતું ન હોઈ શકે પરંતુ અંગ નિષ્ફળતા તરફ દોરી જાય તેવી શક્યતા છે. તે હાર્ટ એટેક, કિડની ફેલ્યોર, લીવર ડેમેજ, દ્રષ્ટિ ગુમાવવી, અથવા પગમાં ગેંગરીન હોઈ શકે છે.
- સ્થૂળતા ન હોવા છતાં અને ઇન્સ્યુલિન લેવા છતાં અનિયંત્રિત ડાયાબિટીસ
ડાયાબિટીસના દર્દીઓ કે જેઓ ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેતા હોવા છતાં પણ અનિયંત્રિત ડાયાબિટીસ ધરાવતા હોય તેઓ શસ્ત્રક્રિયા માટે વિચારી શકે છે, પછી ભલે તેમનો BMI 27.5-32.5 ની સામાન્ય રેન્જમાં હોય. આવી સર્જરી મુખ્યત્વે વજન ઘટાડવા માટે નહીં પરંતુ ગ્લાયકેમિક નિયંત્રણ કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવે છે. આવી સર્જરીને મેટાબોલિક સર્જરી તરીકે ગણવામાં આવે છે.
શસ્ત્રક્રિયાના પરિણામ/ ડાયાબિટીસમાં સુધારો દર્શાવતા પરિબળો
- ડાયાબિટીસનો સમયગાળો
ડાયાબિટીસનો સમયગાળો જેટલો ઓછો હશે, સર્જરી પછી તમે દવાઓ બંધ કરી શકશો તેવી શક્યતાઓ એટલી જ વધી જશે. ખાસ કરીને સ્થૂળ દર્દીઓમાં બ્લડસ્યુગરના નબળા નિયંત્રણનું કારણ ઇન્સ્યુલિનની વધુ સંવેદનશીલતા હોય છે. સ્વાદુપિંડનું સ્થિતિ હજુ પણ સારી હોય, તેવી સ્થિતિમાં જો સર્જરી કરવામાં આવે તો આપણે સ્વાદુપિંડના નુકસાનને શરૂઆતમાં જ અટકાવી શકીએ છીએ.
- ઇન્સ્યુલિનની જરૂરિયાત અને અનિયંત્રિત ડાયાબિટીસ
મૌખિક દવાઓ લેવા છતાં અને ઇન્સ્યુલિનની જરૂરિયાત હોય તો એ દર્શાવે છે કે સ્વાદુપિંડનું બીટા-સેલ અનામત નબળું છે. આવા દર્દીઓને શસ્ત્રક્રિયાથી ચોક્કસપણે ફાયદો થવાની શક્યતા છે. સર્જરી પછી માત્ર મૌખિક દવાઓ સાથે એટલે કે ઇન્સ્યુલિન વગર ડાયાબિટીસ પર નિયંત્રણ પ્રાપ્ત કરી શકાય છે. અથવા જેમને ઇન્સ્યુલિનની ખૂબ જ જરૂર હોય છે અને ઇન્સ્યુલિન લેવા છતાં બ્લડસુગર અનિયંત્રિત રહે છે, તેમના માટે શસ્ત્રક્રિયા ઇન્સ્યુલિનની જરૂરિયાત ઘટાડીને બ્લડસુગર નિયંત્રિત કરી શકે છે.
એવું લાગી શકે કે આ પ્રકારના ડાયાબિટીસમાં સર્જરી ઓછી ફાયદાકારક છે. વાસ્તવમાં આવા દર્દીઓને 2 પ્રકારે લાભ થઇ શકે. એક, મૌખિક દવા અને ઇન્સ્યુલિનની જરૂરિયાત ઘટી શકે. બીજું, અનિયંત્રિત બ્લડ સુગરના કારણે થતી અંગોની નિષ્ફળતાને અટકાવી શકીએ છીએ. આ સર્જરી જો સમયસર કરવામાં આવે તો શરીરના બીજા અંગોને જીવનભર કાર્યરત રાખી શકાય છે.
- આનુવંશિકતા અને ઓટોઇમ્યુન પરિબળો
વારસાગત અને ઓટોઇમ્યુન પરિબળો સૂચવે છે કે તમારા સ્વાદુપિંડના બીટા કોષોની નબળાઈ સમય સાથે વધારે વધી શકે છે. જો સમયસર બેરિયાટ્રિક – મેટાબોલિક સર્જરી કરાવવામાં આવે તો તેના કારણે અટકી શકતું નુકશાન વધારે અસરકારક બની શકે. એકલા તબીબી ઉપચારની તુલનામાં, શસ્ત્રક્રિયાના સુગર નિયંત્રણ અને અંગ નિષ્ફળતાના નિવારણના સંદર્ભમાં વધુ સારા પરિણામો છે.
- સ્વાદુપિંડનું રિઝર્વ (અનામત)/ C પેપ્ટાઈડ સ્તર
C પેપ્ટાઈડનું સ્તર સ્વાદુપિંડના અનામતનું સૂચક છે. ગળ્યો ખોરાક લીધા પછી C પેપ્ટાઈડનું વધતું સ્તર તપાસવા માટે પણ ઘણી વાર વધેલા પેપ્ટાઈડનું સ્તર કરવામાં આવે છે. તમારા ડૉક્ટર આ પરીક્ષણોમાંથી સર્જરી પછી ડાયાબિટીસ નિયંત્રણમાં પરિણામોની આગાહી કરી શકે છે.
જો તમે એવા વ્યક્તિ છો જેને આ સર્જરીથી ફાયદો થઈ શકે છે, તો તમારે વધુ સારી રીતે સર્જરીની સમજ માટે બેરિયાટ્રિક અને મેટાબોલિક સર્જનને મળવું જોઈએ અને તમારી બધી ચિંતાઓ વિશે ચર્ચા કરવી જોઈએ. તમારે જાણવું જોઈએ કે તમારા કેસમાં સંભવિત પરિણામો શું છે, ટૂંકા અને લાંબા ગાળાના ફાયદા શું છે, અને તમારા માટે શું જોખમો છે. આ માહિતી તમને વધુ સ્વાસ્થ્યપ્રદ જીવન જીવવા માટે મદદ કરશે. આજે જ સંપર્ક કરો અંશ ઓબેકયોરનો અને સલાહ લો ડૉક્ટર અપૂર્વ વ્યાસ પાસેથી.